આ વર્ષનું બ્લોગ સરવૈયું..

* દર વર્ષે, વર્ષના છેલ્લાં દિવસે આખાં વર્ષનો બ્લોગિંગ અહેવાલ રજૂ કરવો એવું નક્કી કરેલ છે. એટલે, આ વર્ષે પણ – ગયા વર્ષની જેમ વર્ષ દરમિયાનની મોટી બ્લોગ ઘટનાઓ અને સારાંશ અહી આપેલ છે:

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૧૯૭ (આ પોસ્ટની સાથે).

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – એપ્રિલ (૧૪), નવેમ્બર (૧૪).

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – ડિસેમ્બર (૨૧).

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓક્ટોબર.

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – નવેમ્બર.

૬. મારો બ્લોગ નેટજગત દ્વારા ‘૨૦૧૧ના શ્રેષ્ઠ બ્લોગ્સ‘ ની યાદીમાં સ્થાન પામ્યો.

૭. બ્લોગની ફિકવન્સી ઉર્ફે આવૃત્તિ દેખીતી રીતે ઓછી થઈ ગઈ છે. રીઅલ લાઈફ, ટ્વિટર, ફેસબુક અને હવે ગુગલ પ્લસ. છતાંય, બ્લોગ મારો પ્રથમ પ્રેમ છે જ.

૮. ટોટલ સ્પામ અને હેમ પકડાયા:  ૪૯૦૬+૧૦૧૧. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં સ્પામનું ધાડું આવ્યું. ચોકસાઈ: ૯૯.૭૬ ટકા.

૯. આ વર્ષમાં એકંદરે અંગત આક્રમણ કરતાં અને કોપી-પેસ્ટર તેમજ બોગસ બ્લોગ્સનું પ્રમાણ ઓછું રહ્યું. એવાં બ્લોગ (અને તેમનાં બ્લોગર્સ) છેવટે મરી પરવાર્યા એવું લાગે છે 😀 છતાંય, આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો ચાલુ રહ્યો. પ્રાણ જાય પણ દંભ ન જાય – આ રિવાજ નવો આવ્યો છે. કહેવાતાં રીસર્ચ (રીસર્ચ = સ્માર્ટ કોપી-પેસ્ટ જે હજી સુધી કોઈને ખબર નથી પડી) નામે ચરી ખાતાં બ્લોગ્સનો વિકાસ સારો એવો થઈ રહ્યો છે.

૧૦. બ્લોગ વડે નવાં મિત્રો બનવાની પરંપરા ચાલુ રહી. થેન્ક્સ!!

તો, હેપ્પી બ્લોગિંગ અને હેપ્પી ન્યુ યર. મળીશું, આવતાં વર્ષે 🙂

3 thoughts on “આ વર્ષનું બ્લોગ સરવૈયું..

  1. Congrats for the rise and fall and rise too 😉

    “પ્રાણ જાય પણ દંભ ન જાય – આ રિવાજ નવો આવ્યો છે. કહેવાતાં રીસર્ચ (રીસર્ચ = સ્માર્ટ કોપી-પેસ્ટ જે હજી સુધી કોઈને ખબર નથી પડી) નામે ચરી ખાતાં બ્લોગ્સનો વિકાસ સારો એવો થઈ રહ્યો છે.” – smart observation

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.