કમન-સનસ

ઈ.સ. ૨૦૧૯માં પણ વર્ડપ્રેસ.કોમ ગુજરાતીમાં સરખા હેશટેગ દર્શાવી શકતું નથી!

દા.ત.

હવે ઉપરના #કોમન-સેન્સ ટેગ પર ક્લિક કરતાં..

કમન-સનસ ખરખર કોમન નથ હત 😉

૨૦૧૮: વાર્ષિક અહેવાલ

IMG_20181202_203727
આ ચિત્ર આ પોસ્ટની લાઇક્સ અને કોમેન્ટ વધારવા માટે જ મૂકવામાં આવ્યું છે જેની નોંધ લેવી 😉

* ગયા વર્ષની જેમ ફરીથી શરમજનક આંકડાઓ સાથે હાજર છે, ૨૦૧૮નો વાર્ષિક બ્લોગ અહેવાલ! હવે તો ફેસબૂક-વર્ડપ્રેસનું જોડાણ પણ તૂટી જવાને કારણે ફેસબૂકથી પણ અહીં કોઇ ફરકતું નથી 🙂

ના, હું લખવાનું બંધ નહી કરું. ભલે વર્ડપ્રેસ.કોમનો હું છેલ્લો યુઝર હોઉં!

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૬૪ (આ પોસ્ટ સાથે)

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – એપ્રિલ, મે, જુલાઇ. દરેકમાં માત્ર ૩ જ પોસ્ટ.

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – જાન્યુઆરી. ૧૦ પોસ્ટ. ગુજરાતીઓ આરંભે શૂરા!

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓગસ્ટ.

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – મે.

૬. આ વર્ષની કોમેન્ટ્સ – ૪૩.

૭. આ વર્ષના લાઇક્સ – ૧૪૩.

૮. શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ – આની તો વાત જ ન કરવી.  જૂન આખા મહિનામાં એક પણ કોમેન્ટ નથી 😛

૯. સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ – જવા દો. મોટાભાગના પિંગબેક જ છે.

૧૦. સૌથી વધુ લાઇક્સ – આ પણ જોવા જેવું નથી!

આશા રાખીએ કે ૨૦૧૯માં કંઇક સારો અહેવાલ આવે!!

ગુટેનબર્ગ ટેસ્ટ

આ વર્ડપ્રેસ હવે નવાં-નવાં ફીચર્સ આપણા પર નાખે છે, એટલે આપણે હવે વર્ડપ્રયોગશાળાના દેડકા છીએ, પણ આ એક સરસ નવું એડિટર લાગે છે.

જોઇએ હવે, ક્યાં સુધી ચાલે છે 🙂

૨૦૧૭: વાર્ષિક બ્લોગ અહેવાલ

* થોડા વર્ષો પહેલા (જુઓ: ૨૦૧૦ (પંચવર્ષીય અહેવાલ), ૨૦૧૧, ૨૦૧૨ અહેવાલો) હું વર્ષનું બ્લોગ સરવૈયું લખતો હતો. સમય જતાં બ્લોગ પોસ્ટની આવૃત્તિમાં ભારે ઘટાડો આવ્યો અને શરમજનક આંકડાઓ મૂકવાનું બંધ કર્યું. હવે આજે ફરી તે લખી રહ્યો છું. ના, આંકડાઓમાં કંઇ રાતોરાત વાયરલ વિડિયોને મળેલા ક્લિક્સ જેટલો વધારો થયો નથી, પણ શું લખવું તે વિષયનો અભાવ વત્તા ટાઇમપાસ કરવાની કીડા-વૃત્તિ જવાબદાર છે.

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૬૧

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – ફેબ્રુઆરી (૨), જુલાઇ (૨)

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – ડિસેમ્બર (૧૦)

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓગસ્ટ

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – મે

૬. આ વર્ષની કોમેન્ટ્સ – ૧૧૧

૭. આ વર્ષના લાઇક્સ – ૨૦૧

૮. શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ – ૨૮!

૯. સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ – પુસ્તક: જાતકકથા

૧૦. સૌથી વધુ લાઇક્સ – ડેબકોન્ફ – થોડી ટિટબિટ્સ..

તમે જોયું કે આંકડાઓમાં કંઇ ભલીવાર નથી, તો પણ, કીટાણુંઓ.. 😉

૨૦૧૭: કેટલાક આંકડાઓ…

* સૌ પહેલા તો સાયકલિંગ અને રનિંગ:

૨૦૧૭નું સરવૈયું

** સાયકલિંગ: ૯૮૭૬ કિમી

** રનિંગ: ૭૨૬ કિમી

* વિકિપીડિયા:

** ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારો: ૮૦૯૬
** અંગ્રેજી વિકિપીડિયામાં ફેરફારો: ૪૩૧

આ લખું છું ત્યારે ૯૮૭૬ કિમી પૂરા કરવા માટે ૯ કિમી ખૂટતા હતા ત્યારે કવિનની સ્કૂલ આગળ જઇને તે પૂરા કર્યા તે વખતે ફોટો લીધેલો, જે કોમન્સમાં અપલોડ કર્યો છે એટલે ફેરફારોની સંખ્યા હજુ પણ વધશે! આખો દિવસ હજુ બાકી છે!!

અને હા, બાકીના આંકડાઓ તો મોહ-માયા છે. જેવાં કે, કેટલા લાઇક્સ આવ્યા કે કેટલી કોમેન્ટ્સ મળી 😀

અપડેટ્સ – ૨૦૫

* બાહુબલી-૨ જોયું અને પછી બાહુબલી-૧ જોયું! ભાગ-૨નો પહેલો ભાગ મને ગમ્યો પણ ઇન્ટરવલ પછી ફિલ્મ જરા ઉતાવળમાં બનાવાઇ હોય એમ લાગ્યું (ખાસ કરીને છેલ્લી લડાઇ વગેરે). જે હોય તે – જય માહિષમતી!
* ૧લી મે એ મહારાષ્ટ્ર (અને ગુજરાત) દિવસ નિમિત્તે મુંબઈના બધા સાયલિસ્ટની રાઇડ હતી. મજા આવી. હવે આવતો વીકએન્ડ એડવેન્ચરથી ભરેલો છે. ૩૦૦ કિમી સાયકલિંગ અને પછી બીજા દિવસે તુંગારેશ્વરમાં રનિંગ. હવે આ રનિંગ કેવું જશે તે તો શિવ જાણે. ગરમી અને ભેજ આ બંને ભેગા થાય ત્યારે થોડી તકલીફ તો રહેવાની જ.
* કવિનને અબાકસ ગણિતના એક ઉનાળુ વર્ગમાં મૂકવામાં આવ્યો છે, એટલે આખું વેકેશન તે રખડવામાં બનાવે નહી.
* વર્ડપ્રેસ.કોમનું ગુજરાતી ભાષાંતર ભયાનક છે, હવે સમય કાઢીને તેને સુધારવું પડશે.

અપડેટ્સ – ૧૯૬

* ડિસેમ્બર મહિનો આવી ગયો પણ ઠંડી હજુ આવી નથી. હવે જોઇએ ડિસેમ્બરમાં દોડતી વખતે કેટલી ઠંડી લાગે છે, ખાસ કરીને આપણા ફેવરિટ અમદાવાદ, પાલનપુર અને આબુમાં. હા, માઉન્ટ આબુમાં ઠંડી લાગવાનો સમય થાય એ પહેલાં હું પાછો આવી જઇશ એવો પ્લાન છે! ના. બીજો કોઇ પ્લાન એટલે કે પ્લાન બી નથી!

* ગયા અઠવાડિયે બ્લોગ મિત્ર પ્રિમાએ અમારા ઘરની મુલાકાત લીધી અને ઘણાં વખતે ગપ્પાં મારવાની મજા આવી. સ્વાભાવિક રીતે વાતોનો વિષય પુસ્તકો અને પ્રવાસ જ હતો. એ જ દિવસે બીજા મિત્ર ભાવેશને મળવા બી.કે.સી. ગયો અને ત્યાં પણ વાતોના વડાં ખાધાં અને મજાની જૂની યાદો તાજી કરી દીધી.

* ખરાબ સમાચારમાં, મારા વર્ડપ્રેસના ખાતામાં કંઇક ગરબડ થઇ છે, જેથી કોઇના વર્ડપ્રેસના બ્લોગ પર લાઇક થઇ શકતું નથી. હજુ તે ઉકેલવાનો સમય મળ્યો નથી, પરંતુ બ્લોગ મિત્રો! અમને તમારા પોસ્ટ્સ ગમે જ છે! 🙂

* ઘરમાં છુટ્ટા પૈસાની કોઇજ રામાયણ નથી. હજુ હમણાં સવારે જ દૂઘ વાળાએ નવી ૨૦૦૦ની સામે છૂટા આપતાં નવી ૫૦૦ રુપિયાની નોટ આપીને અમને ધન્ય કરી દીધા. હવે એક કામવાળી બાઇને પૈસા કેવીરીતે આપવા એ તકલીફ બાકી રહી છે. બાકી ઉબેર કે ઉબર, પેટીએમ, ઓનલાઇન શોપિંગ, ક્રેડિટ કાર્ડ વગેરેથી જીવન સુખમય છે. હજુ સુધી બેંકમાં ગયો નથી, પણ આજ-કાલમાં જવું પડશે એવું લાગે છે.

* કવિન આજે પિકનિક ગયો છે. ઘરમાં સંપૂર્ણ શાંતિ છે.

વર્ડપ્રેસ.કોમ સાથે ૧૦ વર્ષ

* આજે સવારે વર્ડપ્રેસ.કોમની નોટિફિકેશન સિસ્ટમે સમાચાર આપ્યા કે આજે મારી અને વર્ડપ્રેસ.કોમની ૧૦મી એનિવર્સરી છે. ઓકે. લગ્ન હજી ટક્યા છે અને વર્ડપ્રેસે વારંવાર નખરાં કર્યા હોવા છતાં સુશીલ ભારતીય નારીની જેમ સારો સાથ નિભાવ્યો છે. તાજેતરમાં તેના સીઇઓએ નવી સિસ્ટમની જાહેરાત કરી અને વર્ડપ્રેસ.કોમમાં આવેલા પરિવર્તનનો ખ્યાલ અમને આવી ગયો.

* વિકિપીડિયા અને વર્ડપ્રેસમાં ઘણી બાબતે સામ્ય રહેલું છે. બંને હાલમાં જૂની-નવી ટેકનોલોજીનો સુમેળ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે (અને તેમાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે). બંનેની કોમ્યુનિટી મજબૂત છે અને ડેવલોપર્સ જૂના અને જાણીતાં છે. સાથમાં નવી ટેલેન્ટને કેવી રીતે ખેંચવી એ મુશ્કેલી છે. હા, વિકિપીડિયા સંપૂર્ણ પણે નોન પ્રોફિટ છે, પણ ટેકનોલોજીકલ બાબતે બંને સરખાં સ્તરે છે.

થેન્ક યુ, વર્ડપ્રેસ!

આઠ વર્ષ

* હેલ્લો વર્લ્ડ!

* બ્લોગ જગતમાં (અ)મારા આઠ વર્ષ પૂરા થયા એ બદલ મને અભિનંદન પાઠવું છું. દિવસે-દિવસે આ બ્લોગની આવૃત્તિ ઘટતી જઇ રહી છે. આ વર્ષમાં તેનું મુખ્ય કારણ કે છે – કિટાણું? ના, કામ-કાજ. આજ-કાલ ફેસબુક પણ બંધ જેવું જ છે, પણ ટ્વિટર હજી અડીખમ છે. તેમ છતાંય, મહિને-દહાડે દસેક પોસ્ટ (સરેરાશ) થઇ જાય છે, જેમાં મુખ્યત્વે અપડેટ્સની પોસ્ટ રહે છે.

* આવતા મહિને થોડો પ્રવાસ છે, એટલે બ્લોગમાં કંઇ નવીનતા આવવાની શક્યતા છે.

બાકી, કવિન પણ હવે મોટો થઇ ગયો છે, અને મને બહુ ભાવ આપતો નથી (સિવાય કે કંઇ રમકડું વગેરે જોઇતું હોય ;)).

વાચન ખાતે, હું પણ આજ-કાલ હવે કિન્ડલમાં વ્યસ્ત રહું છું. હમણાં જ એક યાદી પરથી આ વર્ષમાં વાંચવાનાં પુસ્તકો વિશલિસ્ટમાં ઉમેરીને એક પછી એક વાંચવાના શરુ કર્યા છે. PS: સાયન્સ ફિક્શન પર તમારો કોઇ સુઝાવ હોય તો કહેજો.

લો ત્યારે વધુ એક અપડેટ્સ પોસ્ટ બની જાય એ પહેલાં – સૌ બ્લોગજનોનો આભાર. મળતા રહીશું!

હેપ્પી એનિવર્સરી!

* શેની?

થેન્ક્સ, વર્ડપ્રેસ!!