અપડેટ્સ – ૭૫

* હેલ્લો બેંગ્લોર. ઉપ્સ, બેંગ્લુરુ!! અહીં આવીને ખબર પડી કે ઓફિસ હજી વેકેશન મૂડમાં જ છે. ૩૧ ડિસેમ્બરનો કોઇ પ્લાન લાગતો નથી, હોય તોય હું એકાદ પુસ્તક વાંચવાનું વધારે પસંદ કરીશ. ઓફિસમાં ૧લી એ રજા આપી છે, પણ ૫મી (શનિવારે) ચાલુ રાખ્યું છે. છે ને બોરિંગ?

* સફારીનું ડિજીટલ લવાજમ છેવટે ભરી દેવામાં આવ્યું છે. જોઇએ છીએ હવે કેટલું વંચાય છે. PDF ડાઉનલોડ કરવા દે છે કે ઓનલાઇન જ છે, એ હજી ખ્યાલ આવતો નથી. જે હોય તે, સફારીનાં જ્ઞાનનો આટલો બધો ફાયદો ઉઠાવ્યા પછી હજારેક રુપિયા કશું ન કહેવાય. પણ, વેબસાઇટ હજીયે સુધારી શકાય તેમ છે.

* પેલો આઇફોન ઠીક ન થયો એટલે એની બદલીમાં Karbonn A11 લેવામાં આવ્યો. આઇફોન પર હવે જાત-જાતનાં વધુ અખતરા કરવામાં આવશે!

* છેવટે, થોડાં પુસ્તકો મંગાવવામાં આવ્યા છે, ફ્લિપકાર્ટનું વેરહાઉસ નજીક છે, એટલે ઓફિસમાંથી અમુક લોકો તો ત્યાં જઇને પણ ઓર્ડર આપેલી વસ્તુઓ લઇ લે છે. પણ, આપણે રાહ જોઇશું!

* દોડવાનું પાછું વ્યવસ્થિત શરુ થઇ ગયું છે. સાથે-સાથે ગુજરાતી વિકિપીડિઆ પર ફરીથી હાથ અજમાવવામાં આવ્યો છે.

11 thoughts on “અપડેટ્સ – ૭૫

 1. bhai Kartik, Bharat ma hoie tyare Safari nu online lavajam sha mate ?
  Karan ke Safari – Gujarati & English banne akha Bharat ma free post kare chhe (tame janta jj hasho)
  Me atyar sudhima Delhi-NCR, Kolkata, Banglore, Coimbtore, Pune & Mumbai ma Safari Gujarati na lavajam bharya chhe, ane Delhi-NCR ne bad karta badhe jj ee time sar mali jay chhe . . .
  ee pan 600/- for 2 year

  Like

  1. કારણ કે, નક્કી નથી કે હું બેંગ્લોરમાં કેટલો સમય રહેવાનો છું 😉 એટલે, ઓનલાઇન ભરીએ તો ગમે ત્યાં વાંચી શકીએ. બીજો હેતું, સફારી જેવા મેગેઝિનને કંઇક આપણાથી થતી મદદ કરવાનો પણ ખરો. મોટું ડોનેશન તો ન આપીએ, તો જે કંઇ થાય તે.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.