ગુજરાતી બ્લોગ જગત – દિવ્ય ભાસ્કર

* ગઇકાલે સવારે ઘરેથી ફોન આવ્યો કે “કાર્તિક, તારો ફોટો છાપામાં આવ્યો છે”. મેં કહ્યું, “મજાકના કરો, આજે ૧ એપ્રિલ છે.” પણ પછી મને યાદ આવ્યું કે હા, દિવ્ય ભાસ્કરમાં ગુજરાતી બ્લોગ જગત વિશે લેખ આવવાનો હતો, અને આ માટે પંકજભાઇ અને તીર્થલભાઇનો આભાર માનવાનો રહે.. આ લેખનો ફોટો મેં પાડીને મૂક્યો છે. કારણકે અત્યારે મારી પાસે સ્કેનર નથી..

ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ..

* એક વાત: ઉત્કર્ષ-ગુજરાતીલેક્સિકોન બ્લોગ પર અમારી ટીમ લખે છે. એટલે કે મીનાબેન અને જાગૃતિ પોતાની રચનાઓ મુકે છે. કોઇએ ગેરસમજ કરવી નહિ કારણકે, મેં હજી સુધી એકપણ કવિતા લખી નથી કે પ્રયત્ન પણ કર્યો નથી!

22 thoughts on “ગુજરાતી બ્લોગ જગત – દિવ્ય ભાસ્કર

  1. પ્રિય કાર્તિક,

    વાત નાની હોય કે મોટી એ મહત્વનું નથી હોતું પરંતુ વાતની કબૂલાત કરવી એ હંમેશા મોટી વાત હોય છે.
    અભિનંદન તને ..

    સ્નેહ
    મીના

    Like

  2. અભીનંદન કારતીક આટલી સુંદર વીગતૉ જણાવવા માટે….

    પરંતુ ઘણી વખત એમ થાય છે કે ખરેખર આ બાબતમા માહીતી અને સંપર્ક અતી આવશ્યક છે વધુ ને વધુ ગુજરાતી લોકો ને બ્લોગ્ની જાણકારી આપ્વા માટે… અને અફસોસ એટલોજકે પ્ર્યાસ ખુબજ ઓછા થાય છે ,કારણભુત લોકોમા મારા જેવા પણ છે થોડાક જે ગુજરાતીમા બ્લોગ્ગીંગ નથી કરતા…

    પણ એક વાત ચોક્કસ છે કે જે લોકો ગુજરાતીમા બ્લોગ્ગીંગ કરેછે એ બધા કવીતાઓજ કેમ લખે છે?આપના જવાબની પ્રતીક્શા રહેશે…

    Like

  3. હા, આપણે વધુ કંઇક કરવું જોઇએ.

    હું ક્યાં કવિતાઓ લખું છું? છતાં ગુજરાતીમાં બ્લોગિંગ કરુ છું ને. તમે પણ કરી શકો છો..

    બેસ્ટ લક!

    Like

  4. કાર્તિકભાઈ

    તમે પાલનપુરના છો એ મને ખબર હતી પણ તમે મુંબઈના છો એ વાત તો આ બહુ “જુનો” લેખ વાંચીને ખબર પડી. (મુંબઈ રહેતા અને મુંબઈના છો એ અલગ વાત છે ને?)

    અને હા જ્યારે પણ અમારા લોકો પર જુલમ ગુજારવાનું મન થાય ત્યારે બેશક કવિતા લખવાનું શરુ કરજો. અને કવિતાનો જવાબ હું પણ કવિતાથી આપીશ, કેમ રહે? (કવો મિત્રોને દુભાવવાનો કોઇ ઇરાદો નથી, હળવાશથી લેજો રે)

    Like

    1. ના. મુંબઈમાં પાંચ વર્ષ જેવું રહ્યો એટલે દિ.ભા.એ મને મુંબઈનો બનાવી દીધો. અને, આ કવિતાઓ વાળી વાત ખોટી છે – આજે મેં ફરી ધ્યાનથી લેખ વાંચ્યો ત્યારે ખબર પડી કે તિર્થલભાઈએ મોટું બટાકું બાફ્યું છે. હું તો કવિતાઓ વાંચતો પણ નથી (ક્યારેક જ વાંચું છું – કન્ફેશન) તો લખવાનો સવાલ જ ક્યાંથી આવ્યો.

      હા, ક્યારેક લખીશ ત્યારે સીધી જ તમને ફટકારીશ 😉

      Like

Leave a reply to searchgujarati જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.