- લોકડાઉન જેવું કંઇ રહ્યું નથી એટલે આ અપડેટ્સ હવે છેલ્લાં લોકડાઉન અપડેટ હશે. સોશિયલ ડિસ્ટન્સિંગ તો ક્યારનુંય તેલ લેવા ગયેલું છે. માસ્કથી તો કંઇ ફાયદો નથી અને કોરોના એ માત્ર શરદીનો એક પ્રકાર જ છે – એવું લોકો માની રહ્યા છે.

- રવિવારે ૩૦૦ બી.આર.એમ. હતી. જે એકંદરે ૨૮૯ કિમી સુધી સરસ રીતે થઇ પણ, છેલ્લા ૧૨-૧૩ કિમીમાં હાલત ખરાબ થઇ. તો પણ, સૌથી ઝડપી ૩૦૦ કિમી (૧૩ કલાક ૫૭ મિનિટ – ઓફિશિયલ સમય. ૧૩ કલાક ૫૫ મિનિટ – મારો સમય.)
- જુલાઇમાં ૧૦૦ દિવસ સાયકલિંગની ચેલેન્જમાં (૧૯ જુલાઇ – ૨૬ ઓક્ટોબર) રજીસ્ટર કરાવ્યું હતું. વચ્ચે ઇન્ડોર સાયકલિંગથી બહુ કંટાળો આવ્યો એટલે થોડા દિવસોમાં સાયકલિંગ થયું નહી, નહીતર ૯૦ દિવસનો ટારગેટ હતો. સોમવાર અને ગુરુવાર મોટાભાગે આરામનો દિવસ હતો. હવે લાગે છે કે તેમાંથી ૭૫-૭૬ દિવસ પૂરા થશે. આજે ૭૩ દિવસ થયા છે અને સિલ્વર મેડલ માટે ૭૬ દિવસ જોઇશે. શું હું ૪ દિવસમાં ૩ દિવસ સાયકલિંગ કરી શકીશ (ઓછામાં ઓછું ૫ કિમી ;))
- ૨૦૨૦ પૂરુ થવા આવ્યું છે, પણ.. હજુ ફોન્ટ એનકોડિંગ અને મશીન ભાષાંતર – આ બે વિષયો પર બહુ કામ કરવાનું બાકી છે. મને તો એમ કે ફોન્ટ્સના બધાં જ પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયા હશે! પણ, રે ગુગલ મેપ્સ!

One thought on “મારા લોકડાઉન અપડેટ્સ – ૧૦”