સ્ટિવ જોબ્સ અને એપલ – ૧૦ વસ્તુઓ

* ખેર, સ્ટિવ જોબ્સે તો આપણને iBye કીધું, પણ તેના જીવન, કર્મો અને એપલ કંપનીમાંથી શીખવા જેવી ૧૦ વસ્તુઓ મેં અત્યાર સુધીના અવલોકન, નિરીક્ષણ, લોકો સાથેની વાત-ચીત અને એપલની પ્રોડક્ટ રજૂઆત વગેરેમાંથી તારવી છે.

૧. જ્યાં સુધી તમારી સંપૂર્ણ પ્રોડક્ટ ના બની જાય ત્યાં સુધી તેની વાતો ન ફેલાવો. ફલાણી વસ્તુ અને આવતા વર્ષના પ્રથમ સપ્તાહમાં રજૂ કરશો – આ તદ્ન બેકાર માર્કેટિંગ છે. એપલ પાસેથી હજીયે કંપનીઓ શીખતી નથી અને સરવાળે નિષ્ફળ જાય છે.

૨. મોટાભાગે નકલમાં અક્કલ હોતી નથી. દા.ત. બ્લેકબેરી પ્લેબુક, સેમસંગ ગેલેક્સી ટેબ ૭ ઈંચ (૧૦ ઈંચ વાળા ટેબ્લેટની સ્ટોરી અલગ છે).

૩. ગુણવત્તા એ સૌથી મોટી વસ્તુ છે, ભલે તમારી પ્રોડક્ટ લેટેસ્ટ ન હોય.

૪. જીવનમાં એકવાર નિષ્ફળ જવું જોઈએ. એટલે, સફળ થાવ ત્યારે તમને એ વસ્તુ યાદ આવે.

૫. પ્રેઝન્ટેશન કરતાં એપલ કંપની પાસેથી શિખવું.

૬. ટેકનિકલ પાસાં કરતાં માર્કેટિંગ પાસાંથી લોકો વધુ ભોળવાય છે.

૭. સરપ્રાઈઝ આપવું.

૮. આગળ કહ્યું તેમ ગુણવત્તા સામે ભાવમાં પણ કોમ્પ્રોમાઈઝ ન કરવું. એપલનાં અહીંના સ્ટોરમાં લેવા કરતાં વિન્ડો શોપિંગ વધુ થાય છે (એમાં મારોય સમાવેશ થાય છે).

૯. જૂની ટેકનોલોજી ફેંકી દેવામાં અગ્રેસર બનવું (ફ્લોપી, સીડી-રોમ અને કદાચ ફાયરવાયર લાવવા અને લઈ જવા બેમાં એપલનો હાથ છે :))

૧૦. એપલ કંપની જોકે થોડા વર્ષોથી માર્કેટિંગ પર વધુ અને ટેકનિકલ એક્સલન્સ ઓછું ધ્યાન આપ્યું, પણ એપલના શરુઆતી વર્ષો હતા તેમ તેમણે એક એપલ કલ્ટ (cult) ઉભો કર્યો. આ કલ્ટ એ એપલની લોકપ્રિયતા માટે જવાબદાર ગણી શકાય. તમારી પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે તેનો કલ્ટ તમારી પાછળ ગાંડો હોય.

એપલની ખરેખર જો સ્ટોરી વાંચવી હોય તો iWoz – Steve Wozniak વાંચવી.

મોડરેટ મુસ્લિમોને માર્કેટિંગની જરુર?

* સલમાન ખાનનાં ગઈ-કાલના ફાલતુ નિવેદન અને તેનાથીય વધુ ફાલતુ ફોલોઅપ્સ (મ.ન.સ – wtf?) પર ધ્યાન ન આપીએ તો આ એક લેખ –
Moderate Muslims need a better PR Agency વાંચવા જેવો છે. પ્રશ્ન ખરેખર થાય છે કે મુસ્લિમોએ ખરેખર માંડ ૧ ટકા લોકોએ બનાવેલી છબીમાંથી બહાર નીકળવાનો સક્રિય પ્રયત્ન કરવો જોઈએ.

ગઈકાલની જ વાત કરું તો અમે હિમાલય મોલમાં ગયેલા ત્યાં ઈદની ખુશીમાં કેટલાય લોકો આવેલા હતા. તમે ચોખ્ખું જોઈ શકો તો ચોક્કસ લોકો બીજાને રીતસરનાં હેરાન કરતાં હતાં અને ગેમ્સ વગેરેને કારણ વગરનું નુકશાન કરી રહ્યા હતા. હવે, આવા વખતે મારી નજરમાં દ્રશ્ય શું ઉપશે? શ્રીનગરમાં લોકો પાકિસ્તાનનો ધ્વજ લહેરાવી, ભારતનો ધ્વજ બાળે. નો રિકેક્શન? નોંધ લેજો કે ધર્મ અને રાજકરાણનાં કોમ્બો પેકનો હું પહેલેથી જ વિરોધી છું જ.

માર્કેટિંગ મહત્વનું છે. હવે તો હિંદુ-કેસરી એટલે ત્રાસવાદ – એવું માર્કેટિંગ સફળ થઈ રહ્યું છે.

હે રામ. બીજું શું?