આ અઠવાડિયાનાં પુસ્તકો

* આ અઠવાડિયાની ફિલમો જેવા પોસ્ટ તો તમે ઘણાં દેખ્યા, પણ કેટલાક થોડા સમયથી મારું વાચવાનું બહુ જ ઓછું થઇ ગયું છે – આ તકનો લાભ લઇને (અને કવિન વગર) થોડાક બાકી રહેલ પુસ્તકો માણવા મળી ગયા.

૧. ભદ્રંભદ્ર – રમણભાઇ નીલકંઠ – વર્ષો પછી આ પુસ્તક હાથમાં આવ્યું અને ધોરણ ૯ના વેકેશનની યાદ આવી ગઇ! હું મોટાભાગે જે પાઠ ગુજરાતી પુસ્તકમાં હોય તેનું આખું જ મૂળ પુસ્તક વાચવાનો આગ્રહ રાખતો અને આ આગ્રહનો પરિણામ એ આવતું કે ગણિત જેવા વિષયને હું સદંતર અવગણતો – આવી ટેવ હજી સુધી ચાલુ રહી છે! હા, ગણિત નથી એ વાત અલગ છે (અત્યારે સ્પ્રેડશીટને અવગણું છું!!)

૨. આંખ આડા કાન – વિનોદ ભટ્ટ

૩. નરો વા કુંજરો વા – વિનોદ ભટ્ટ (બન્ને નાનકડી ચોપડીઓ – મસ્ત અને ક્લાસિક. એ વિનોદ ભટ્ટ હવે ક્યાં?)

૪. Roots and Wings – આ પણ ક્યારનુંય બાકી હતું. પપ્પા બન્યા પછી કંઇક બચ્ચા વિશે વાચવુ પડે એ આગ્રહ રૂપે લાવ્યો છું – પણ મારા પૂર્વગ્રહ કરતાં અલગ છે અને કદાચ થોડી વાર લાગશે પણ આવતા અઠવાડિયા સુધી આખા પુસ્તકમાં નજર ફેરવવાનો વિચાર છે.

1 thoughts on “આ અઠવાડિયાનાં પુસ્તકો

  1. ભદ્રંભદ્ર આ વખતની મુંબઇ મુલાકાતમાં આ પુસ્તક સંકેતને વાંચવા કહ્યું બે કારણ સર એક વર્ષો પહેલાંની સમાજવ્યવસ્થા અને રમણભાઇનું સુંદર લેખન

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.