ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી

* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.

અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.

શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત)  પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.

અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.

આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.

જીગીશભાઈનો રીપોર્ટ

ફોટાઓ

17 thoughts on “ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી

  1. આ શબ્દો લોક કોષમાં ચાલે? !! વીન્ડોવાળાને તો આ ફોરેન શબ્દો લાગે!

    તમે લિનક્સની આટલી તારીફ કરો છો, તો તે સામાન્ય માણસને માટે વાપરતું કેમ નથી કરતા?

    Like

  2. જે લોકો લિનક્સ વાપરે છે તેઓ જ સામાન્ય માણસો છે!! વિન્ડોઝ વાપરવા વાળાને હું આળસુ (જો લિનક્સ વાપરતા ન આવડતું હોય), ચોર (જો તેઓ લિગલ કોપી ન વાપરતા હોવ તો), ડાકુ (જો લારી પરથી પાયરેટેડ સોફ્ટવેર ખરીદતા હોવ તો), ઉદાર (વગર મફતનાં ૬૦૦૦ થી ૨૫૦૦૦ રુપિયા આપી દેતા હોય) કે ડફોળ (કોમ્પ્યુટર શટડાઉન કરવા માટે સ્ટાર્ટનું બટન દબાવતા હોય) કહીશ.

    Like

  3. જો સુરેશભાઈને લિનક્સ વાપરતા નથી આવડતું તો શું એ આળસુ, ચોર, ડાકુ, ઉદાર કે ડફોળ છે? ભારતની બહાર વિકસીત દેશોમાં આજકાલ બ્રાંડેડ (HP, Dell, Lenovo or Apple) કમ્પયુટરો જ લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે અને આ બધા કમ્પ્યુટરોમાં વિંડોઝ અથવા મેક ઓપરેટીંગ સિસ્ટમ સાથે જ આવતી હોય છે જેના કોઈ વધારે પૈસા ચુકવવા પડતા નથી. તો પછી જે સામાન્ય વપરાશકારો (તમારા જેવા ગીકઝ નહીં) છે તે શા માટે લિનક્સની પળોજણમાં પડે?

    સુરેશભાઈ – આ લિનક્સ ન વાપરીને તમે કંઈ પણ ગુમાવ્યું નથી.

    Like

    1. નિલેશભાઈ, તમે તમારું ઈમેલ આઈ-ડી સાચું આપ્યું નથી – એટલે તમે બન્યા – કોણ?? જવા દો.

      ૧. તમે જો વિન્ડોઝ સાથેનું પીસી ખરીદો તો એના પૈસા તમે સાથે જ આપો છો. લિનક્સ કે ફ્રી-ડોસ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતું કોમ્પ્યુટર સસ્તું પડે છે. જોઈ લેજો.
      ૨. તેઓ આળસુ જ છે.
      ૩. સુરેશભાઈ કંઈ ગુમાવ્યુ નથી – ખાલી વાયરસ મેળવ્યા છે 😛

      Like

  4. Windows or Linux – it’s mere a tool to get jobs done. Whoever feels comfortable with one, can continue using one!!!

    If you start using LCD TV with auto modes for video as compared to one required to calibrate all turnings, you are no more or less lazy. It’s just a choice and liking.

    ભાઇ કાર્તિક, વડોદરાનું બરોડા કેમ કરો છો? અહમદાબાદનું અપભ્રંશ અમદાવાદ(આપણે કરેલું) પ્રચલીત છે, પણ વડોદરાનું ઉપભ્રંશ (અંગ્રેજોએ કરેલું) બરોડા પ્રચલીત હોવા છતા ઈચ્છનીય નથી.

    Like

  5. Dear Kartikbhai,

    I am no big fan of Windows. I have used Linux in the past and if today given a choice, I would prefer Mac any day over Windows. However, for vast majority of people for whom all they need is a basic computing capability with Internet and Office application, Windows is just fine.

    Yes – Windows is more susceptible to Virus than Linux but then all it takes is basic common sense to avoid Virus etc.

    And yes – Linux is free but for a layman paying $100/- for Windows operating system + anti-virus/firewall etc. is much easier than spending time learning Linux unless of course the person has technical inclination.

    Five years back Linux had shown much promise on desktop but today reality is that Linux is largely confined to data centers (i.e. Servers) and on desktop it is Windows and Mac that rules. Of course, technical folks like yourself would still want to have Linux on desktop but for most non-technical folks like Sureshbhai, Windows or Mac is still a sensible way to go.

    For me – even though I know I can use Linux but I have no intention of being technical expert so I buy my computer with full maintenance etc. so if anything go wrong, all I need to do is call Dell to come to my home and fix the problem. I have even renewed warranty after it expires. I find it most cost effective.

    BTW – good blog – keep it up.

    Like

  6. Kartik, once before I mentioned that may be you hate Microsoft more than you love Debian. (This post is first posted in માઇક્રોસોફ્ટ સક્સ and then in લિનક્સ અને ઓપનસોર્સ) 🙂
    I have read on your blog sometimes back that you have pirated movies in your laptop, do this make you ચોર and ડાકુ ?

    And why linux is virus protected? Has it never happened that virus has affected Linux system?

    As you mentioned a Microsoft joke that you have to click ‘Start’ to ‘Shutdown’, there is a joke on why Linux is less susceptible to virus: because all the people who make virus, use linux.

    🙂

    Like

  7. ડિઅર નવનીતભાઈ,
    ૧. આ પોસ્ટ બરોબર જ પોસ્ટ થઈ છે. માઈક્રોસોફ્ટ સક્સ કારણ કે, એક પ્રોફેસર ત્યાં માઈક્રોસોફ્ટની બહુ પંચાત કરતા હતા. અમે લોકોએ તેમને સાઈડમાં બેસાડી દીધા 😛
    ૨. મારા લેપટોપમાં પાયરેડેટ મુવી છે એવું કોણે કીધું. હું તે સીડી પર લઈ લઉં છું.. 😉
    ૩. હા, લિનક્સમાં ક્યારેય વાયરસ આવ્યો હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યો, આવ્યો હોય તો અને તમને જાણ હોય તો મને મોકલવા વિનંતી.
    ૪. જો એવું હોય કે અમે જ વાયરસ બનાવીએ છીએ તો – ધન્યવાદ. હું પણ એકાદ-બે ખતરનાક વાયરસ બનાવવા ઈચ્છું છું..

    Like

  8. સરસ. એમાં તો જાણવા જેવી વસ્તુ છે. લિનક્સ કે યુનિક્સની ડિઝાઈન (ઓપરેટિંગ સિસ્ટમ સ્તર પર) એવી છે કે – વાયરસ, વોર્મ કે ટ્રોજનવેર ઓછામાં ઓછા અસર કરે. કરે તો પણ વિન્ડોઝ જેટલું નુકશાન ન કરે.. માહિતી માટે આભાર!

    Like

  9. 🙂 વીકલ્પ પસન્દ કરવો કે ન કરવો એને આળસ સાથે કોઈ લેવાદેવા નથી! એ હકીકત છે કે વીંડોઝનું ગુઈ ઘર-ઘરમાં પહોંચી ગયું (1995 અને બાદમાં) જ્યારે લીનક્સ અને મૅક “કૅચીંગ અપ” કરી રહ્યાં છે. કોણ સારું કે કોણ ખરાબ એ માત્ર અને માત્ર 20% લોકોને સ્પર્શતો પ્રશ્ન છે. આજની તારીખમાં પણ (અમેરીકામાં પણ) જાણીતી બ્રાંડના 95% પીસી વીંડોઝ સાથે વેચાય છે. કારણ કોઈ પણ હોય અને વીંડોઝમા વધારે ક્ષતીઓ ભલે રહી, સામાન્ય વપરાશકર્તાને એ સાથે કોઈ નીસ્બત નથી.

    આપણા જેવા તજજ્ઞો(!) ચર્ચા ભલે કરે, જ્યાં સુધી જનસામાન્યને સ્પર્શતો ચોટદાર બદલાવ ના આવે ત્યાં સુધી આમ જ ચાલવાનું…

    Like

  10. માફ કરજો , પ્રત્યુતર XP પરથી આપવા બદ્દલ
    હું ઓપંસુસ 11.1 વધારે વાપરુ છું.

    મને લાગે છે સામન્ય જનતા જાણે જન્મની સાથે જ વિંડોજ શિખીને આવતા હશે.

    બીજુ તો શું કહિએ , Linux Rocks

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.