આ અઠવાડિયાની ફિલમો – ૧૫

* અમે તો ફિલમો જ જોઇએ છીએ 😉 અને, અમે હિન્દી ફિલમો પણ જોઇએ છીએ! પેલી ‘માય નેબર ટોટોરો‘ સિવાયની ફિલમો..

૧. સરદાર

પરેશ રાવલ. વાહ, વાહ.

૨. વેલ ડન અબ્બા

થેન્ક્સ ટુ નિરવની પોસ્ટ, જેથી આ સરસ ફિલમ જોવા મળી ગઇ.

૩. એનિમી એટ ધ ગેટ્સ (૨૦૦૧)

હિન્દી ડબ. સરસ ફિલમ. સ્ટાલિનગ્રાડ (હવે, વોલ્ગોગ્રાડ) શહેરના યુધ્ધમાં બે કુશળ સ્નાઇપર્સ વચ્ચેની લડાઇનું અદ્ભુત ચિત્રણ. સ્ટાલિનગ્રાડ બેટલની સરસ માહિતી વિકિપીડિઆ પર આપેલી છે.

૪. પ્લાટુન (૧૯૮૬)

ક્લાસિક વિયેતનામ વોર ફિલમ. મને યાદ છે કે હું સાતમા-આઠમા ધોરણમાં હતો ત્યારે ત્રણ-ચાર વિયેતનામ વોરની મુવીઝ જોઇ હતી. કુમળા હ્દય પર અત્યાચાર કહો કે ગમે તે પણ ત્યારથી મને અમેરિકન-વિયેતનામ વોર વિશે જાણવાની બહુ તાલાવેલી રહેતી. સફારીમાં આ વિશે વિગતે આવેલું ત્યારે મારું મન શાંત થયેલું અને આનંદ થયેલો કે અમેરિકાને નામોશીભરી પીછેહઠ કરવી પડેલી.

3 thoughts on “આ અઠવાડિયાની ફિલમો – ૧૫

  1. 1} 🙂 2} સરદાર જસ્ટ અસરદાર !

    3} ‘ એનીમી એટ ધ ગેટ્સ ‘ અને ‘ પ્લાટુન ‘ . . તેઓ વોર ફિલ્મોમાં આપણાથી ઘણા આગળ અને કુશળ છે અને તેઓ પડદા પર ખરેખરું યુદ્ધ ઉભું કરી દયે છે !

    Like

  2. ‘સરદાર’ જ્યારે આવી ત્યારે થિયેટરમાં એકલા જઇને જોયેલી પહેલી ફિલ્મ અને છેલ્લે બચ્ચાં લોકો સાથે ૩૧મી ઓક્ટોબરે ખબર નહીં કેટલામી વખત જોઇ પણ હજી એટલી જ ગમે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.