ફિલમ: માય નેબર ટોટોરો

* આજની આ પોસ્ટ બે બાબતમાં ખાસ છે:
૧. કદાચ વર્ષો પછી મેં કોઇ ફિલમ વાળી પોસ્ટમાં ઇમેજ મૂકી છે.
૨. ઘણાં સમય પછી એક ફિલમ માટે ખાસ પોસ્ટ લખી છે.

ટોટોરો

તો આવું કેમ? એટલા માટે કે મને યાદ રહે કે આ ફિલમ મેં પહેલા કેમ ન જોઇ? ખાસ કરીને જ્યારે ૧૯૮૮માં બની હોય તો પણ? ખરાબ, અતિશય ખરાબ, કાર્તિક. અને સરસ વાત એ કે આ ફિલમ મને જોવા મળી! (થેન્ક્સ ટુ કિરણ, જેણે મને આ મુવી સીરીઝનો આખો સેટ આપ્યો). વેલ, માય નેબર ટોટોરો એ જાપાનીઝ કાર્ટૂન મુવી છે. એટલે કે પેલું માર-ફાડ ટાઇપનું નહી, એકદમ મસ્ત. સરસ ડાયલોગ્સ, સરસ અને લાગણીમય સ્ટોરી અને અદ્ભુત અભિનય (ઓહ, આઇ મીન સંવાદો). ટોટોરો જાપાનમાં આટલું લોકપ્રિય પાત્ર હશે એ પણ મને ખબર નહી. વધુ માહિતી, વિકિપીડિયા પર.

સ્ટોરી શરુ થાય છે એક કુંટુંબ ના ઘર બદલવાના દ્ર્શ્ય થી. બે નાનકડી છોકરીઓ – સાટ્સુકી અને મેઇ અને એમના પપ્પા નવાં ઘરમાં રહેવા આવે છે. એમની મમ્મી બિમાર છે અને હોસ્પિટલમાં રહે છે. આ સંજોગોમાં નવું વાતાવરણ, નવું ઘર અને નાનકડી બહેનને સાચવતી સાટ્સુકી અને તોફાની મેઇ. મેઇને એક દિવસ બગીચામાં સસલાં જેવું પ્રાણી દેખાય છે અને તે તેમની પાછળ-પાછળ જાય છે જ્યાં તેને ટોટોરો મળે છે અને ટોટોરો સાથે તેમની દોસ્તીની શરુઆત થાય છે. મુવી થોડું જૂનું છે એટલે ટેલિગ્રામ, લોંગ ડિસ્ટન્સ ટ્રંક કોલ અને સાયકલ – એ જૂની બાબતો જેમને હજી પણ યાદ હોય તેમને સો ટકા બાળપણ યાદ આવવાનું. મુવીમાં અન્ય એક પાસું – સાટ્સુકીની સમજણ શક્તિ અને ઉંમર પહેલાં આવી જતી જવાબદારી (કારણ કે, મમ્મી હોસ્પિટલમાં હોય છે) સરસ રીતે આલેખાઇ છે.

ટૂંકમાં, મસ્ટ સી. ફરી પાછાં નાનાં થઇને રખડવાનું મન થઇ ગયું. કવિન જોડે આ મુવી ફરીથી જોઇશ. તમે પણ જોજો અને તમારી કે આજુ-બાજુની બચ્ચા પાર્ટીઓને બતાવજો!!

11 thoughts on “ફિલમ: માય નેબર ટોટોરો

 1. 1} મારી પાસે પણ આ મુવી લાઈનમાં ઉભું છે અને જાપાનમાં આવા અદભુત એનીમેશન મુવીઝ્ માટે એકમાત્ર ભરોસા પાત્ર નામ છે , ” સ્ટુડીઓ ઘીબ્લી ” . . . જે પણ ઝક્કાસ એનીમેશન મુવી હશે તેમાંના મોટાભાગના આ સ્ટુડીઓનાં જ હશે !

  2} અને હું પણ તમને તે ટકોર કરવા માંગતો હતો કે કઈક પિક્ચર્સ મુકોને . . . કારણકે તેના વગર કોઈ સરકારી હોસ્પિટલમાં આવી ગયા હોઈએ એવું લાગે છે 😉

  3} અને તમે The Secret World of Arriety જોયું ? Superbly Layered & full of tiny details !

  Like

  1. ૧. મારો બ્લોગ સરકારી હોસ્પિટલ. હવે તો ચમક-દમક લાવીને એકદમ ડીજે ક્લબ જેવો બનાવવો પડશે!
   ૨. ઘીબ્લીના બીજા ચાર મુવી પડ્યા છે, પણ હવે સમય ઓછો પડે છે 🙂
   ૩. હા. The Secret World of Arriety સરસ છે.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.