અપડેટ્સ – ૬૬

* રાસ્પબેરી પાઇ હવે ૫૧૨ એમબી રેમ સાથે આવશે! સારા અને ખરાબ કહેવાય તેવા સમાચાર. ખરાબ એટલા માટે કે મારા મોડલમાં ૨૫૬ એમબી જ છે. (જે જોકે મારા પ્રથમ કોમ્પ્યુટર જેટલી છે!).

* દોડવા માટે પાર્ટનર મળી ગયો છે. ઓફિસ જ નો છે અને મારી PG માં એક જ ફ્લોર પર રહે છે. સરસ દોડે છે-સ્ટેમિના છે, એથી મને પણ ઝડપ વધારવા માટે સારું રહેશે. વળી, અહીં કોકોનટની કોઇ કમી નથી, એટલે એ બાબતમાં શાંતિ છે. સસ્તાં અને સારાં. electrolyte જરુરી છે!

* ડિનર માટે એક ‘foo સાગર’ હોટલ શોધી કાઢી છે. તેનો બ્રેકફાસ્ટ પણ સરસ હોય છે. યોર ફિલ્ટર કાપ્પી, સર!

* બધાંને હેપ્પી નવરાત્રિ. અહીં તો એવું કંઇ લાગતું નથી. ક્યાંક થી દશેરા ફેસ્ટિવલનો અવાજ સંભળાય છે..

* આ બેંગ્લોરમાં ગુજરાતી છાપાં-સફારી મળી શકે? ખાસ કરીને દિવ્ય-ભાસ્કરના બહેતરીન સમાચારો ‘મિસ’ થાય છે 😉

* અરર, હજીયે જરુરી વસ્તુઓ લાવવાની રહી જાય છે. આ વીક-એન્ડ પર..

* અને, હા, હેપ્પી બર્થ ડે, રિનિત!!

ગુજરાતની નંબર ૧ વેબસાઈટ…

… ગુજરાતીમાં ભયંકર ભૂલો કરે છે.

… સોફ્ટ સેમી-પોર્ન જેવા ફોટાઓ અને લેખો પહેલાં પાનાં પર કોઈજ વિચાર વગર મૂકે.

… જે એકદમ સરળ વસ્તુ, RSS feed સીધી રીતે (રહી રહીને ફીડ હવે માત્ર શીર્ષક માટે જ મળે છે) પૂરી ન પાડે.

છતાંય, નંબર ૧. વાહ!

કોમનવેલ્થ રમતો અને …

… આપણું આ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

જુઓ આ સમાચાર: https://churumuri.wordpress.com/2010/09/03/the-times-of-india-and-commonwealth-games/

આ તો માત્ર ઉદાહરણ છે – ગુજરાતી છાપાંઓ પણ કંઈ ઓછાં નથી. ચોક્કસ સમાચારો વાંરવાર કેમ ચગે છે – એ નવાઈની વાત નથી.

(સ્ત્રોત: https://twitter.com/vinayakh/status/22959991987)

દિવ્ય ભાસ્કર, વાંચો ફીડ રીડર વડે…

* તમને થતું હશે કે દિવ્ય ભાસ્કર કે અન્ય કોઇ ગુજરાતી દૈનિકોની વેબસાઇટ્સ RSS Feed ની સુવિધા કેમ નથી આપતી? ભલે ને ના આપે. જવા દો. પણ, આપણી પાસે તેનો પણ રસ્તો છે.

અહીં ક્લિક કરો અને કરો સબસ્ક્રાઇબ તમારા ગમતાં ફીડ રીડરમાં..

આ લિંક મળી મસ્ત સાઇટ, dapper.net પરથી, મનીષભાઇ દ્વારા. જે વેબસાઇટ્સ પરથી વિવિધ માહિતીઓ શોધીને તમારે જોઇતાં બંધારણમાં ઢાળીને આપે છે.