આજની વેબસાઇટ: રીમેમ્બર ધ મિલ્ક

રીમેમ્બર ધ મિલ્ક

* મુઉઉઉઉ, મુઉઉઉઉઉ.

ના! આ કોઇ રસ્તે રખડતી-પ્લાસ્ટિક ખાતી આપણી ગાયો કે ગોવાળો કે અમુલનાં પાઉચ વાળા દૂધની વાત નથી, પણ વાત છે – ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય અને હવે તો સમગ્ર વિશ્વમાં TODO માટે માનીતી વેબસાઇટ, Remember The Milk ની.

અત્યાર સુધી હું સ્ટિકિ નોટ પર આધાર રાખતો હતો, પણ એકાદ દિવસ પહેલાં ઘરેથી મંગાવેલી અને સાંજે લઇ જવાની વસ્તુઓ યાદ રાખવા માટે આ સાઇટનો ઉપયોગ કરી રહ્યો છું (ઉંમર વધતા અને લગ્નનાં થોડાં વર્ષો પછી યાદશક્તિ ઓછી થાય એ તો તમને ખબર જ હશે!). સારી વાત છે કે ગુગલ ગીઅરનો ઉપયોગ કરીને તેને ‘ઓફલાઇન’ પણ ઉપયોગ કરી શકાય છે. અને ડેસ્કટોપ પર સરસ મજાનું ચિહ્ન (અરર, આઇકન) પણ આવી જાય છે. તેમાં થોડાં ખાંખાખોળા કર્યા તો નવી ઘણી વસ્તુ શીખવા મળી, જે તમને થોડા સમયમાં પ્રેક્ટિકલી પણ જોવા મળશે. ક્યાં? ગુજરાતીલેક્સિકોન પર. બીજે ક્યાં?

આવજો અને દૂધ લાવવાનું ભૂલતા નહી 😛

8 thoughts on “આજની વેબસાઇટ: રીમેમ્બર ધ મિલ્ક

  1. આ એપ્લિકેશન સાચે જ મજાની છે … હું ગુગલ ક્રોમ આવ્યા પહેલા જ્યારે ફાયરફોક્સ ઉપયોગ કરતો ત્યારે RTM નું જીમેઈલ સાથે જોડાતું ફાયરફોક્સ પર ચાલી શકે એવું પ્લગઈન ખાસ્સું ઉપયોગમાં લેતો … હવે ક્રોમ સાથે ક્યારે એવું કંઈક આવે તેની રાહ જોઉં છું… પણ ત્યાં સુધી તો હું દુધ લાવવાનું ભૂલી નથી જતો .. !! 😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.