આજની કડી

* આજની (મોડી મોડી, કારણ કે કાલ થવામાં પાંચ મિનિટ જ બાકી છે!) કડી છે: કાર્તિક મિસ્ત્રીના વિચારો, એમની ભાષામાં. અને, એ પણ સૌરભ શાહ દ્વારા. મારે મનમાં સંકોચ સાથે કહેવું પડે કે સૌરભભાઇએ એમનો બ્લોગ ચાલુ કર્યો એ પહેલાં મને જરા પણ આઇડ્યા નહોતો કે એ આટલું સરસ લખે છે અને હજી સુધી મેં આટલું સરસ લખાણ ગુમાવ્યું. એમની જોડે કોમેન્ટ વડે સંવાદ ચાલુ થયો એ યાદ કરીને પણ હું પોતાને બે ધોલ-ધપાટ મારી શકું તેમ છું, કારણ કે એ વખતે પણ મેં જબરી તોછડાઇ કરેલી. એ વાત પર સૌરભભાઇની જાહેરમાં માફી વત્તા આભાર!

એક વસ્તુ હજી મનમાં ખટકતી હોય તો તે તેમનાં લેખો RSS ફીડ દ્વારા વાંચવા મળતા નથી. હે પરમ કૃપાળુ, પરમાત્મા – જલ્દીથી આ સગવડ થઇ જાય તો વિનયભાઇ પર આધારિત થવું મટે 🙂

Advertisements

11 thoughts on “આજની કડી

  1. બે વાત
    1. તમારી નિખાલસતા માટે સલામ
    2. આમ પણ તમે હીટ લીસ્ટ માં હતા જ અને સૌરભભાઈ તો પહેલેથી જ છે, હવે તમે બંને હીટ લીસ્ટ માં ટોપ વન ઉપર આવી જવાના, મહાન વ્યક્તિ ના 🙂

    Like

    1. અત્યારે તો ‘મેન્યુઅલી’ અથવા વિનયભાઇ તેમના ટ્વિટર-ફેસબુકમાં અપડેટ કરે છે ત્યારે જ વાંચવા મળે છે. એકાદ સ્ક્રિપ્ટ (Programming, ફિલ્મની નહી ;)) લખી શકાય તેમ છે, પણ અત્યારે સમય નથી 😦

      Like

        1. સ્ક્રિપ્ટ આ પ્રમાણે કામ કરતી હોવી જોઇએ.
          ૧. મુંબઇ સમાચાર પર જાય,
          ૨. સૌરભ શાહ દ્વારા લખાયલે લેખો શોધે.
          ૩. a. તેને ક્યાંક સ્ટોર કરે b. અથવા તેમાંથી RSS feed બનાવે.
          ૪. જો ૩a હોય તો, તેની પણ RSS feed આપણને મળે.

          બસ આટલું જ. અત્યારે તો.. 🙂

          Like

          1. આ સ્ક્રિપ્ટ બનાવતી વખતે નીચેની બાબતો પણ ધ્યાનમાં લેવી:
            ૧) મુંબઈ સમાચારની સાઈત વારંવાર હેંગ થઈ જાય છે.
            ૨) દરેક લેખમાં લેખકનું નામ લખેલું હોતું નથી.

            Like

  2. કાર્તિક ભાઈ મુંબઈ મેરેથોન બાદ ફરી એક વાર અભિનંદન, સૌરભ ભાઈને તમે પહેલા નથી વાંચ્યા જાણી નવાઈ લાગી, તેમેની એક નવલ કથા વૈર-વૈભવ ( નામમાં જો નો ભૂલ કરતો હોવ તો ) તમને જરૂર ગમશે , અત્યરે આવેલી ગેંગસ ઓફ વસેપુર વાળા ધનબાદ ને કોલસા વ્યવસાય વિશ બેકડ્રોપ ધરાવતી સરસ નોવેલ . મુંબઈ સમાચાર માં હાલ માં શરુ થયેલી તેમની ગૂડ મોર્નિંગ ને સારે ગાવ કી ફિકર પણ સારી કટાર છે , વાંચવું ગમશે .

    Like

    1. હા. બન્ને કટારો તો સરસ છે જ. સૌરભભાઇનો બ્લોગ પણ દિવસ કાઢીને એક બેઠકે વાંચવા જેવો. ખાસ કરીને લગ્નેતર સંબંધો વાળી શ્રેણી. વૈર-વૈભવ હવે મંગાવવામાં આવશે..

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s