ભીડ

* આપણો તો એક સોનેરી નિયમ – ભીડથી દૂર રહેવું. ખાસ કરીને, મંદિરોમાં થતી ભીડથી. યાદ નથી કે છેલ્લે હું દર્શન કરવા માટે ખાસ મંદિરમાં ક્યારે ગયો હોઉં. અને, દોડે ગુજરાત, પડે ગુજરાત અને ભાંગે ગુજરાત જેવા ભવનાથના મેળાના સમાચાર પછી તો ના બાબા ના.

વેલ, આ નિયમ તો જૂનો છે. મને યાદ છે કે ૧૯૯૭ની આસપાસ રાજસ્થાન પ્રવાસ દરમિયાન શ્રીનાથજીમાં દર્શન વખતે ભક્તોની ભીડ જોયા (સ્વાભાવિક રીતે દૂરથી જ!) પછી આ જગ્યાને બ્લેકલિસ્ટમાં મૂકી દેવાઈ છે. ભગવાનને તાળાં? સોરી, આ વસ્તુ આપણને જરાય સદતી નથી. તાળાં તો ફાઈન, પણ દર્શન માટેની દોડ – સોરી.

12 thoughts on “ભીડ

  1. ભીડ અને ભગવાન માટેના આપના વિચારો સાથે ટોટલી એગ્રી.

    આવો નિયમ આપણે પણ બનાવેલો છે… જો કે મારો નિયમ થોડો વિસ્તૃત એટલે તેમાં દિવાળીમાં ફરવા જવાનો, રજાના દિવસે હોટેલમાં ન જવાનો, કાંકરીયા કાર્નિવલ જેવા મોટા જાહેર સમારંભમાં ન જવાનો, મોદી જેવા નેતાની ભાષણ-સભામાં ન જવાનો, તહેવારના દિવસે ખરીદી ન કરવા જેવી નાની-મોટી બાબતોનો સમાવેશ થાય…

    Like

    1. ભાષણોમાં તો હું (અને અમે) જતા જ નથી. ભીડથી દૂર એટલે કાંકરિયા પણ ચાલુ દિવસોમાં અને શોપિંગ પણ એમ જ. રવિવારે સાંજે મોટાભાગે ઘરે જ.

      Like

  2. ભીડ જોઇને તો મારી હિંમત પણ ભાંગી જાય.. જેમ કે બસ ની ભીડ, સરઘસ / ભાસણો ની ભીડ, લગનમાં નાચતા ટોળા એ બધા થી આપડે દુર.
    પણ હા, ભગવાન ને તો યાદ કરું હમેશા 🙂

    શોપિંગ તો રવિવારે જ કરું કેમ કે ત્યારે જ ટાઈમ હોય છે.

    Like

  3. શ્રી.કાર્તિકભાઈ, સોનેરી નિયમ અત્યુત્તમ છે !
    મારા બે પ્રતિભાવ : (ફરી લખવા કરતાં લિંક આપવી સારી)
    * “ભીડ” — આપે વિચાર્યું તો અમને જ્ઞાન લાધ્યું કે કેવો અનેરો શબ્દ છે ! જે પોતે જ પોતાનો વિરોધી શબ્દ છે !…..— http://goo.gl/HYHlD

    * પાક્કા સમાચાર !!
    ૭ મોત અને ૩૩ ઈજાગ્રસ્ત.
    બીજા પાક્કા સમાચાર !!
    આ દૂર્ઘટનાને…… — http://goo.gl/MCSYv

    દોડે ગુજરાત, પડે ગુજરાત અને ભાંગે ગુજરાત પછી ’વિચારે ગુજરાત’ !! આભાર.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.