છઠ્ઠા વર્ષ તરફ..

* પાંચ વર્ષ પૂરા થયા અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ. મંગળ કહેવો કે અમંગળ એ તો બ્લોગ વાચકો જાણે, કારણ કે તેમના પર ઘણી વીતી છે 😉 પાંચ વર્ષોમાં સાબરમતીમાં ઘણું પાણી વહી ગયું છે (સોરી, સાબરમતી તળાવ છે એ વાત અલગ છે) અને ઘણાં વાઈબ્રન્ટ ગુજરાત સમારોહ થઈ ગયા છે. પણ, બ્લોગ-જગત ખાસ બદલાયું નથી. હું એવા જ એક-બે લીટી વાળા પોસ્ટ લખવા માટે પ્રખ્યાત છું. લોકો હજીય કોપી-પેસ્ટ કરે છે, વિનયભાઈએ લખ્યું તેમ વળી કોઈક વાર મૌલિક લેખ પણ લખી દે છે.

બ્લોગ પર ટ્વિટર, ફેસબુક વગેરેની ગાઢ અસર દેખાય છે, અને કદાચ નવાં બ્લોગની સંખ્યામાં વધારો જે ગતિથી થતો હતો, તે હવે ન પણ થાય. છતાંય, બ્લોગનું મહત્વ ઓછું નથી. આ બાજુ વળી ભારત સરકારને કંઈક થાય છે અને બ્લોગને બ્લોક કરવાની વાતો સંભળાય છે.

હા. મસ્ત ગરમી પડે છે. ગઈસાલની જેમ કાનની આજુ-બાજુ ગરમી નીકળી છે. પણ, મળતા રહીશું આ છઠ્ઠા વર્ષમાં..

9 thoughts on “છઠ્ઠા વર્ષ તરફ..

  1. ભાઈ કાર્તિક,
    તમારા પોસ્ટ નાના પણ અસરકારક હોય છે. વિવિધતાવાળા હોય છે. કેટલાકમાં નવી નવી જાણકારી પણ હોય છે. મને તમારા પોસ્ટમાં જે ખાસ પસંદ પડે છે તે તમારી રમૂજ અને નિખાલસતા છે. તમે જ્યારે મારી પોસ્ટ પર પ્રતિભાવ આપો છો ત્યારે પાણ તમારી એ કળા પ્રગટ વગર રહેતી નથી. ખાસ કરીને, વિષયને વળગી રહીને પણ ગાડીને બીજા પાટે લઈ જવાની રીત!
    ગુજરાતી બ્લોગસ બ્લોક થાય! વો દિન કહાં કિ.. 😀

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.