જ્યારે લખવા માટે કંઇ ન હોય..

.. ત્યારે આવી બોરિંગ પોસ્ટ બને છે.

આપણે એને ‘બ્લોગર્સ બ્લોક’ કહી શકીએ. એકપણ નવું પુસ્તક, નવી ફિલમ હાથમાં આવી નથી (વાસ્તવમાં છે, પણ વાંચવાની કે ફિલમ જોવાની ઇચ્છા જ થતી નથી). એટલે એકાદ-બે અઠવાડિયાં બેંગ્લોરમાં બધાંને મળવાનો પ્લાન બનાવ્યો છે. ડેબિયન ડેવલોપર્સને ભેગાં કરી નાનકડું ડિનર કરવાનો પણ પ્લાન છે. જોઇએ હવે, બાકી દરેક મેટ્રો શહેરની જેમ, બેંગ્લોરમાં પણ ક્યાંય જવું એ કષ્ટદાયક છે અને લોકો ઘરે બેસી રહેવાનું જ પસંદ કરે છે (એવા લોકોમાં મારો સૌથી પહેલો નંબર આવે, કારણ કે અહીં આવ્યા પછી હું ભાગ્યે જ કોઇ જગ્યાએ ‘ફરવા’ માટે ગયો છું). આ કંટાળામાં ઉમેરાનું બીજું કારણ એ પણ ખરું કે, અહીં દરરોજ સાંજે વરસાદ આવે છે અને એ સાથે અમારા વિસ્તારમાં ‘પાવરકટ’ થઇ જાય છે. અરે ભાઇ, આ ૨૦૧૩ છે. એટલિસ્ટ, અમારા વિસ્તારમાં વીજળીના વાયરો થાંભલા પર લટકતાં છે, એ જોઇને મને પાલનપુરની યાદ આવે છે. વરસાદ આવે એટલે પાવરકટ થાય જ. એમાં શંકાને કોઇ સ્થાન નહી. અને જ્યારે વરસાદ ગયા પછી પાવર પાછો આવે ત્યારે નાનાં-મોટાં છોકરાંઓ ભેગાં થઇને બૂમો-ચિચિયારીઓ સાથે હર્ષનાં પોકારો કરે. ઘણી વખત તો એ પોકારો સાંભળીને જ ખબર પડે કે પાવર પાછો આવી ગયો છે😉

જુઓ, આ બ્લોગર્સ બ્લોકમાં બોરિંગ પોસ્ટ લખાઇ ગઇ ને? થોડા સમય પછી આ કંટાળાના મૂળ કારણો વિશે એક પોસ્ટ લખીશ. અત્યારે તો આ સમયે ટ્રેનમાં લાંબું વેઇટિંગ લિસ્ટ જોઇને આવતો કંટાળો આ પોસ્ટનાં અંત માટે કારણભૂત ગણી શકાય ખરો.

3 thoughts on “જ્યારે લખવા માટે કંઇ ન હોય..

  1. ઇટ્સ એક્ચુઅલ્લી ઈન્ટરેસ્ટીંગ ! આવી પોસ્ટ્સ વધુ લખશો તો મને વિશેષ આનંદ થશે🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s