લંડન: દિવસ ૨-૩

* જે કોઇને ચિત્રો જોવા હોય તે, અહીં જોઇ શકે છે. વધુ ચિત્રો આજ-કાલમાં અપલોડ કરવામાં આવશે.

* સૌથી પહેલા ટેટ મોર્ડન આર્ટ મ્યુઝિયમ વત્તા થેમ્સના કાંઠાની મુલાકાત લેવામાં આવી. ટેટ મોર્ડન આર્ટમાં મારા જેવા એન્ટિઆર્ટ વ્યક્તિઓનું બહુ કામ નથી, પણ છતાંય સરસ જગ્યા.

* ગઇકાલે બ્રિટિશ મ્યુઝિયમ અને લંડન આઇની મુલાકાત લેવામાં આવી. મને લાગે છે કે બ્રિટિશ મ્યુઝિયમ માટે મારે ફરી જવું પડશે, કારણ કે પાંચ-છ કલાકમાં માત્ર ઇજિપ્ત, ગ્રીક અને યુરોપના વિભાગો જ જોવાયા. ત્યાંથી થોડી વસ્તુઓ યાદગીરી માટે લીધી. લંડન આઇ માટે ૧૮ પાઉન્ટ ખર્ચ્યા પછી લાગ્યું કે આ તો થોડું વધારે પડતું થઇ ગયું, આના કરતાં મ્યુઝિયમમાંથી પેલી મમીનાં રમરડાં લીધાં હોત તો સારું હતું. પણ પછી થયું કે અહીં વળી ફરી કોણ આવવાનું છે 😉

* શનિવારે બાંગ્લાદેશી ડિનરનો ‍‍(બ્રિક લેન) ટેસ્ટ કર્યા પછી ગઇકાલે રાત્રે થાઇ ડિનરનો ટેસ્ટ કર્યો.

* બે દિવસ દોડ્યા પછી, બે દિવસથી બંધ છે.

* બાકી, ટીમ મિટિંગો ચાલુ છે, ત્યાં સુધી, “જય જય ગરવી ગુજરાત”

PS: બ્રિટિશ મ્યુઝિયમ જોઇને અતીતવન/અયનવૃત્તની યાદ આવી ગઇ.

Advertisements

4 thoughts on “લંડન: દિવસ ૨-૩

  1. તમો ‘મોદી ભક્ત’ છો એ, તમારી જય જય ગરવી ગુજરાત પરથી ખબર પડી 🙂
    મોજ કરો લંડન માં. ૧૮ હોય કે ૮૧, ફરી ક્યારે આવવાના લંડનમાં.

    Like

  2. સમય મળે અને તમને નાટ્યકલા અથવા શેક્સપિયરમાં રસ હોય, તો થેમ્સના કિનારે જ આવેલ ‘ગ્લૉબ થિયેટર’ની મુલાકત અવશ્ય લેજો. આ રહી તેની લિંકઃ http://www.shakespearesglobe.com/

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s