અપડેટ્સ – ૨૦૧

* માર્ચ આવી ગયો પણ એક પણ પોસ્ટ હજુ સુધી નથી આવી એ નાઇન્સાફી કહેવાય.

* ઉદેપુર-પાલનપુરનો નાનકડો પ્રવાસ કર્યો અને દર વર્ષે ફેબ્રુઆરીની પરંપરા જાળવી. બંને જગ્યાએ મઝા આવી પણ થાકી ગયા. હવે આવતો પ્રવાસ આરામથી પડ્યા રહીએ એવો જ રાખવો એવા સૂચનો મળ્યા છે.

* માર્ચ પણ બહુ બીઝી-બીઝી રહેશે. કાલે એક ૧૦ કિમી (ગુંજનની ઇનસાઇટ ૧૦કે), બે બીઆરએમ (૪૦૦ અને ૩૦૦) અને એક બીજી ૧૦ કે. મહિનો પૂરો. વધુમાં એક ધુળેટી નિમિત્તે ‘રંગીન રન’નું આયોજન છે, જેમાં કવિન જોડે રંગ ઉડાડતા દોડવામાં આવશે. જોકે વધુ વિગતો મળશે ત્યારે વાત.

* કવિનની ટીમ ફૂટબોલમાં (ક્વાટર ફાઇનલ) હારી ગઇ છે, પણ બોયસ્ પ્લેડ વેલ. હારીએ તો જીતીએ, હાર કર જીતને વાલે કો બાજી-ઘર કહેતે હૈ, ડર કે આગે જીત હૈ વગેરે વગેરે ક્વોટ્સથી તેને ઉત્સાહિત કરવામાં આવશે. ટૂંકમાં, તેમની ટીમને વધુ પ્રેક્ટિસની જરુર છે, પણ હવે સ્કૂલવાળાઓને કંઇક અક્કલ કે જ્ઞાન આપવા જઇએ તો સામે ભડકે એટલે કવિને ઉનાળુ વેકેશનમાં આ પર રનિંગ, સ્ફર્તિ વગેરે પર ધ્યાન આપવું એવું નક્કી કર્યું છે.

* મીઠીવાવ, પાલનપુર વિશે લેખ શરુ કર્યો છે. ખૂટતી વિગતો ઉમેરવા Edit બટન છે જ!

PS: હોળી ક્યારે છે, હોળી?

1 thoughts on “અપડેટ્સ – ૨૦૧

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.