અપડેટ્સ – ૪૪

* ભારે અપડેટ્સ: લેપટોપના (ie મેકબુક) સ્ક્રિનમાં કંઈક ગરબડ થઈ છે. ગમે ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે. થોડા સમય પછી જાતે જ નોર્મલ થઈ જાય છે (કે ન પણ થાય એવુંય બને છે). નિર્મલ બાબાને પ્રશ્ન પૂછવો પડશે. વૈકલ્પિક ધોરણે T410 છે જ, પણ હવે આ લેપટોપ એટલું વ્હાલું છે કે.. વેલ, બીજો વિકલ્પ ક્યારનુંય પેન્ડિંગ એવું LED મોનિટર લેવાનું છે. જોઈએ હવે, આગળ શું થાય છે..  હાલ પૂરતું T410 માંથી TightVNC નો ઉપયોગ કરીને Linux ના x11vnc વડે મેકબુક સાથે જોડાણ કરવામાં આવ્યું છે. વિચિત્ર લાગણી થાય છે, પણ હાલ પૂરતું કામ ચાલી રહ્યું છે 😀

* કવિન વેકેશનનો અદ્ભૂત આનંદ લઈ રહ્યો છે. સાઈકલ ચલાવી ચલાવીને અને ક્રિકેટ ટીચી-ટીચીને વેકેશનની મજા લેવાય છે.

* દોડવાનું સરસ ચાલે છે. ૧૫ કિલોમીટર દોડવાનો પ્લાન આ અઠવાડિયામાં છે. ચીઅર્સ લીડર્સની જગ્યા હજી પેન્ડિંગ છે. થોડી ઝડપ અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. મુંબઈ કરતાં અત્યારે (એટલિસ્ટ, સવારે) દોડવાની મજા આવે છે. સાત વાગ્યા પછી જોકે બહુ ફરક પડતો નથી.

6 thoughts on “અપડેટ્સ – ૪૪

 1. નિર્મલ બાબાને પ્રશ્ન પૂછવો પડશે…… lol

  નિર્મલ બાબા ઉવાચ ….

  लेपटोप को दो दीन पानीपूरी के पानी से साफ करो और वो पानी पी जाना….

  बाबा की किरपा हो जाएगी… सब ठीक हो जाएगा…. और दशवंद नीकालना मत भुलना ….

  Like

 2. નિર્મલબાબાના એકમહિના સુધીના બધા સમાગમ હાઉસફુલ છે !!!(હદ છે ને બોલો…) જો તમારે ઉતાવળ હોય તો તમારો પ્રોબ્લેમ કોઇ નોર્મલબાબાને પુછી જોજો. (કદાચ મેળ પડે.)

  ચીયર્સ લીડર્સ વગર પણ ઝડપ અને આત્મવિશ્વાસમાં વધારો થતો હોય તો ઘણું સારું કહેવાય !! 😀

  એક સજેસન – આ ‘અદ્ભુત’ શબ્દને યુનીકોડમાં લખવાથી વિચિત્ર લાગે છે એટલે તેની જગ્યાએ ‘અદભુત’ લખશો તો વાંચનારને ત્યાં અટકવું નહી પડે. (ફ્રી સલાહ છે… લેવી ન લેવી તમારી મરજી.)

  Like

  1. આ અદ્ભૂત મને તો નોર્મલ જ દેખાય છે, તમને કેવું દેખાય છે તેનો સ્ક્રિનશોટ મોકલી આપશો?

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.