અપડેટ્સ – ૫૦

થોડાં ટેક-સમાચાર:

* મોબાઇલ હવે ‘rooted’ થઈ ગયો છે. વોરંટી વોઈડ કહેવાય, પણ પાછો ‘unroot’ કરી શકાય છે 🙂

* આજનો વિડિઓ: ખાસ જોવા જેવો. ૧ કલાક વસૂલ છે. લિનસ ટોરવાલ્ડ્સ સાથે ચર્ચા-પ્રશ્નોત્તરી: Aalto Talk with Linus Torvalds જો તમને Nvidia ગ્રાફિક્સ કાર્ડના કારણે લિનક્સમાં મુશ્કેલીઓ હોય તો આ વિડિઓ ખાસ-ખાસ જોવા જેવો છે 😉

* આજનું એડ-ઓન: GSanitizer – જે ગુગલ સર્ચમાં આવતા રીઝલ્ટની કડીઓને ક્લિન કરે છે.

… અને બાકીના પરચૂરણ અપડેટ્સ:

* કવિન હવે સ્કૂલ-રીક્ષા બંનેમાં સેટ થઈ ગયો લાગે છે (એને એવું લાગતું નથી, એ વાત અલગ છે!). સ્કૂલમાં ટાઈ બાંધવાની હોતી નથી એટલું સારું છે. બાકી, અમદાવાદની ગરમીમાં ટાઈ પહેરીને જતાં છોકરાંઓને જોઈને જીવદયા સિવાયની બીજી કોઈ લાગણી ન જ થાય.

* ગરમી ચાલુ જ છે. એમાં કંઈ અપડેટ આપવાની ના હોય 😉

* આપણે દોડતા હોઈએ ત્યારે પણ,

૧. લોકો ઊભા રાખીને સરનામું પૂછે છે,

૨. અમુક નંગ તો ‘કેટલા વાગ્યા?’ એવું પણ પૂછે છે. સો સલામ એ સૌ કોઈને..

2 thoughts on “અપડેટ્સ – ૫૦

  1. “Aalto Talk with Linus Torvalds” વિડીયો સરસ છે,આભાર…

    મારે તો nvidia ગ્રાફિક્સ ચીપ નાં કારણે ‘લીનક્સ’ માં જ નહિ પણ પુરા ‘મધરબોર્ડ’ માં તકલીફ થઇ ગઈ છે. 🙂 એ તો જો કે ‘Compaq Presario v3749au’ નામનું લેપટોપ જે કોઈ પણ ૨ વર્ષથી વધારે સમય થી વાપરતું હશે એમને માટે આ વાત કોમન છે. 🙂

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.